
Head Teacher - Mrs.Neeta S.Joshi
શી-શિસ્ત.
ક્ષ-ક્ષમા
ક-કરુણા ,કર્તવ્ય
આ ત્રણેય ગુણોનો સમાયોજન એટલે શિક્ષક ,ગુરુ, આચાર્ય ,સાહેબ ,સર ,બેન એટલે જ્ઞાન પરબ જિજ્ઞાસા સંતોષવાની ઇન્કવાયરી સંસ્થા. માતા-પિતા પછી હુંફ, પ્રેરણા ને માર્ગદર્શનનુ વિશ્વાસપાત્ર સરનામું. ભવ્ય ભૂતકાળ વાગોળી , વ્યસ્ત વર્તમાનને ઓળખી , આવનાર ભવિષ્યને સાચવી જાણનાર એટલે મુખ્ય શિક્ષક જેની આંખમાં બાજ ની નજર, ગરુડની ઉડાન, સમડીની પકડ, કોયલની મીઠાશ, કબુતરની નિર્દોષતા અને જટાયુની સ્વામીભક્તિ એ શિક્ષક.
શિક્ષણ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. ક્ષણે ક્ષણનો ઉપયોગ કરી માનવીએ શિક્ષણ મેળવવું જોઈએ. એવા વિચારો ધરાવતી અમારી શાળા એમ.પી. ભૂતા સાયન સાર્વજનિક જેમાં હું નીતા જોષી છેલ્લા સાત વર્ષથી ગુજરાતી પ્રાથમિક વિભાગમાં મુખ્ય શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. મારી શાળાનું મિશન છે સેવા, જ્ઞાન, વિસ્તાર અને ઉદ્યમ. શાળાના વિદ્યાર્થીઓ જીવનમાં પ્રગતિ કરી ઉચ્ચ સ્થાન મેળવી શકે માટે શાળાના દરેક બાળકોને ગુણવત્તા યુક્ત તેમજ ઉત્તમ અને ભૌતિક સગવડતા ભર્યું શિક્ષણ મળે માટે અમારી શાળાના ઘેધુર વડલા સમાન ટ્રસ્ટીગણ તેમજ શાળાના ચેરમેન જેવો સમય સમયે અમને યોગ્ય માર્ગદર્શન આપીને સહાયરૂપ બન્યા છે .અમારી શાળામાં રોબોટિક્સ વર્ગ, ગુગલ વર્ગ શરૂ કરવામાં આવ્યા. છે અને હવે ઈલાયબ્રેરી પણ શરૂ કરવામાં આવશે.
આજનો વિદ્યાર્થી ભવિષ્યનો આદર્શ નાગરિક બની દેશની આર્થિક, સામાજિક, રાજકીય વ્યવસ્થા સંભાળી શકે તે માટે શિક્ષણ જરૂરી છે માટે અંતે હું એટલું જ કહીશ.
“ સારી શાળાએ સાચું મંદિર છે, સારું શિક્ષણ એ સાચી પ્રાર્થના છે, સારો વિદ્યાર્થીએ સાચો ભક્ત છે, અને
સાચો શિક્ષક એ
માનવ સમાજનો સાચો સાધુ છે.”
આભાર